ખરા અર્થમાં હાસ્ય ની રમઝટ
આજકાલ જ્યાં જુઓ ત્યાં, ટ્રેનમાં ,મીડિયા માં, ફેમિલી ફંકશન માં લોકો એક જ કોમેડી નાટક ની ચર્ચા કરી રહ્યા છે.ઋતુ ઓઝા પ્રોડક્શન અને કમલેશ ઓઝા લિખિત દિગ્દર્શિત અભિનીત નોન – સ્ટોપ કોમેડી નાટક જમાઇ No.1.આ નાટક ની ખાસિયત એ છે કે આમાં જોક્સ વગર નાટક ની situation ને આધારે કોમેડી થઈ રહી છે.અને કમલેશ ઓઝા નાં ચાહકો કોમેડી નાં મહાસાગર માં ધુબાકા મારી રહ્યા છે.ખાસ કરીને પરિવાર સાથે જોઈ શકાય એવી ભરપૂર કોમેડી છે .નાના મોટા દરેક ઉમરના પ્રેક્ષકો ને ખુબ મજા આવી રહી છે અને લોકો જમાઈ No.1નાટક નાં વખાણ કરતા થાકતાં જ નથી.આ નાટક માં ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર મનીષ મહેતા અને કમલેશ ઓઝા ની સસરા – જમાઈ ની જોડી ધૂમ મચાવે છે.જેને સાથ આપે છે jitu mehta .Shaija Shukla અને pallavi Pathak ટુંક માં પૈસા વસૂલ કોમેડી નાટક છે જે તમારો આખા અઠવાડિયા નો થાક ઉતારી નાખે છે.આ નાટક નો શો જ્યાં પણ announce થાય તો રાહ નહીં જુઓ અને ફટાફટ સહકુટુંબ મિત્ર પરિવાર સાથે અને ખાસ કરીને જમાઈ ની સાથે પહોંચી જાઓ જોવા કોમેડી નાટક જમાઈ No.1.
Situational Comedy full of Entertainment
These days, wherever you look—on trains, in the media, or at family functions—people are discussing the same comedy play. “Jamai No. 1,” a nonstop comedy play produced by Rutu Oza and written and directed by Kamlesh Oza, is being talked about everywhere. The uniqueness of this play lies in the fact that the comedy arises from the situations in the play rather than relying on jokes. Kamlesh Oza’s fans are thoroughly enjoying the vast ocean of comedy. This play, especially, is a wholesome comedy that can be enjoyed with the whole family. Viewers of all ages, young and old, are having a great time, and people never get tired of praising “Jamai No. 1.”
The talented actors, Manish Mehta and Kamlesh Oza, create a fantastic father-in-law and son-in-law duo, supported by Jitu Mehta, Shaija Shukla, and Pallavi Pathak. In short, it’s a money-worth comedy play that will take away the tiredness of your entire week. Whenever the show of this play is announced, don’t wait—rush to see it with your family, friends, and especially with your son-in-law!